ક્રાઈસ્ટચર્ચ: ન્યૂઝિલેન્ડના યુવા બેટ્સમેન લિયો કાર્ટરે અનોખી ઉપલબ્ધિ પોતાના નામે કરી જે સચિન તેંડુલકર, વિરાટ કોહલી જેવા દિગ્ગજો પણ મેળવી શક્યા નથી. લિયો કાર્ટરે રવિવારે એક જ ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા. કાર્ટર આ સાથે એ ગણતરીના ક્રિકેટરોની સ્પેશિયલ ક્લબમાં સામેલ થયો છે જેમણે સતત છ છગ્ગા ફટકાર્યા છે. જેમાં યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે.
ICCની આ પહેલનો કોહલીએ કર્યો વિરોધ, કહ્યું-આમ તો ટેસ્ટ મેચ ખતમ થઈ જશે
25 વર્ષનો લિયો કાર્ટર દુનિયાનો ચોથો ક્રિકેટર છે જેણે ટી20 ક્રિકેટમાં સતત છ છગ્ગા ફટકાર્યા છે. આ ચાર બેટ્સમેનમાં યુવરાજ સિંહ (2007), વૂરસ્ટરશાયરના રોસ વ્હિટલી (2017), અને અફઘાનિસ્તાનના હજરતુલ્લાહ જજાઈ (2018) સામેલ છે. યુવરાજ સિંહે 2007માં ટી20 વિશ્વકપમાં એક જ ઓવરમાં છ છગ્ગા માર્યા હતાં. લિયો કાર્ટર, રોસ વ્હિટલી અને હજરતુલ્લાહ જજાઈએ ઘરેલુ ટી20માં આ ઉપલબ્ધિ મેળવી છે.
લિયો કાર્ટરે રવિવારે કેન્ટરબરી તરફથી રમતા નોર્ધન ડિસ્ટ્રિક્ટ વિરુદ્ધ આ રેકોર્ડ પ્રદર્શન કર્યું. નોર્ધન ડિસ્ટ્રિક્ટસે સુપર સ્મેશ કપની મેચમાં પહેલા બેટિંગ કરતા સાત વિકેટ પર 219 રન બનાવ્યાં. કેન્ટરબરીએ 19મી ઓવરમાં જ લક્ષ્ય મેળવી લીધું.
Devcich to Leo carter
6 sixes in an over
amazing innings while chasing 220. pic.twitter.com/tUUZo5BUNe— Heisenberg (@RitwikBittu) January 5, 2020
કેટન્ટરબરી તરફથી લિયો કાર્ટરે 29 બોલમાં 70 રનની અણનમ ઈનિંગ રમી. તેણે આ દરમિયાન એન્ટરન ડેવસિચની એક જ ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા. આ ઈનિંગની 16મી ઓવર હતી. 15મી ઓવર બાદ કેન્ટરબરીનો સ્કોર 3 વિકેટના ભોગે 156 રન હતો. જે 16 ઓવર બાદ સીધો 192/3 પર પહોંચ્યો હતો.
લિયો કાર્ટર ઓવરઓલ સાતમા એવા બેટ્સમેન છે જેમણે એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકાર્યા છે. જેમાં ગેરી સોબર્સ, રવિ શાસ્ત્રી, હર્શલ ગિબ્સ, યુવરાજ સિંહ, રોસ વ્હિટલી અને હજરતુલ્લાહ જજાઈ સામેલ છે. હર્શલ ગિબ્સે 2007માં આઈસીસી વનડે વિશ્વ કપમાં આ કારનામું કર્યું હતું. ગેરી સોબર્સ અને રવિ શાસ્ત્રીએ પ્રથમ શ્રેણીની મેચમાં એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે